હર્કોલ્યુબસ અથવા લાલ ગ્રહ
માનવતા માટેનું એક પુસ્તક
નિઃશુલ્ક પુસ્તક

આ પુસ્તકમાં હું જે બાબતની પુષ્ટિ કરવા જઈ રહ્યોં છું તે એક ભવિષ્યવાણી છે અને જે ટૂંક સમયમાં જ સાચી પડવાની છે, કારણ કે મને ગ્રહના અંત બાબતે ખાતરી છે; હું તે જાણું છું. હું ડરાવી નથી રહ્યો, પણ ચેતવણી આપી રહ્યો છું, કારણ કે હું આ દીન માનવજાતિ પ્રત્યે વ્યથિત છું. આ ઘટનાઓને આવવામાં બહુ સમય નહીં લાગે અને ભ્રામક બાબતો પર બરબાદ કરવા માટે પૂરતો સમય રહ્યો નથી. - વી.એમ. રાબોલુ

વિશ્વના દરેક ખૂણામાં આપણે અંતિમ સમય સંબંધિત પરંપરાઓ અને ભવિષ્યવાણીને લગતા કારણો શોધી શકીએ છીએ, જે તમામ એકબીજા સાથે મળતા આવે છે.

આમાંની મોટાભાગની આગાહીઓ આપણને ધરતી પર થનારા મોટા વિનાશની ચેતવણી આપે છે જેમ કે એક નિકટવર્તી ધ્રુવમાં થનાર પલટો, પરિણામસ્વરૂપ બરફના પહાડો ઓગળવા અને મોટા ધરતીકંપ અને સુનામીના કારણે ભૂમિના વિશાળ ક્ષેત્રોનું ગાયબ થઈ જવું.

એવી અસંખ્ય ભવિષ્યવાણીઓ છે જેમાં કોઈ વાત સામાન્ય છે: તેઓ ખાસ કરીને એક વિશાળ ગ્રહનું પૃથ્વીની નજીક આવવા વિશે વાત કરે છે જે સમયાંતરે આપણી નજીક આવે છે. તે ગ્રહ આપણા સૌરમંડળમાં પહોંચ્યો હોત જેણે લેમુરિયા અને એટલાન્ટિસની સંસ્કૃતિનો નાશ કરવા જેવા મહાન સંકટ વહોરી દીધું હોત. હવે, તે આપણી વર્તમાન સંસ્કૃતિનો અંત લાવશે અને આ રીતે એક નવા યુગને જન્મ આપશે.

તેને ઘણી પરંપરાઓ, ભવિષ્યવાણીઓ અને જુદા જુદા નામો હેઠળના પવિત્ર પુસ્તકોમાં સિદ્ધ કરેલ છે જેમ કે: બાલ, કોલ્ડ પ્લેનેટ, રેડ પ્લેનેટ, વોર્મવુડ, અજેંજો, હરકોલ્યુબસ, બાર્નાર્ડ I, અને ઘણી વધુ. આવા ગ્રહ પહેલાથી જ ટેલિસ્કોપ્સથી દ્રશ્યમાન હોત અને તેનું કદ બૃહસ્પતિ કરતા છ ગણું હશે.

જીવનના આવાગમનમાં, દરેક વસ્તુ તેની શરૂઆત અથવા તેના અંતમાં પરત ફરે જ છે. આમ, આપણાં અગાઉના ટકરાવ વખતે હર્કોલ્યુબસે એટલાન્ટિયન સંસ્કૃતિનો અંત આણ્યો. આ તથ્યો વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના તમામ ‘સાર્વત્રિક પૂર’ દ્વારા યોગ્ય રીતે સંબંધિત છે.

ઘણા લોકોએ આવી બ્રહ્માંડીય ઘટના વિશે વાત કરી છે. તેમાંના એક હતા વી.એમ. રાબોલુ, જેમણે જાગૃત ચેતનાની વિદ્યાશાખાઓનો ઉપયોગ કરીને તે ગ્રહની પૃથ્વીની નજીક આવવા વિશે તપાસ કરી, જેણે તેમને તે આકાશીય પદાર્થ પર સંશોધન કરવા સમર્થ બનાવ્યા. ‘હર્કોલ્યુબસ અથવા લાલ ગ્રહ’ નામની તેમની રચનામાં, જે એલ્સિઓન એસોસિએશન દ્વારા વિશ્વભરમાં નિ:શુલ્ક વિતરિત કરવામાં આવે છે, તેઓ લખે છે:

જ્યારે હર્કોલ્યુબસ પૃથ્વીની નજીક આવે છે અને સૂર્ય સાથે સંરેખિત થાય છે, ત્યારે આખા ગ્રહ પર જીવલેણ રોગચાળા ફેલાવા લાગશે. તેઓ કેવા પ્રકારની બીમારીઓ છે અથવા તેમનો ઇલાજ કેવી રીતે કરવો તે ન તો ડોકટરો જાણી શકશે કે ન તો સત્તાવાર વિજ્ઞાન. તેઓ રોગચાળોનો સામનો કરવા માટે શક્તિહીન હશે.

દુર્ઘટના અને અંધકારનો સમય આવશે: આંચકા, ભૂકંપ અને ભરતીના મોજા. મનુષ્યજાતિ માનસિક રીતે અસંતુલિત થઈ જશે, કારણ કે તે ન તો ખાઈ શકશે કે ન તો સૂઈ શકશે. ભયનો સામનો કરતા, તેઓ સંપૂર્ણ પાગલ થઈને પોતાને ખાઈમાં ફેંકી દેશે.

વી.એમ. રાબોલુ

વિશિષ્ટ ગૂઢવિજ્ઞાનમાં મહાન કોલમ્બિયન સંશોધનકાર વી.એમ. રાબોલુએ માનવતાને આ સંકટ વિશે ચેતવવા પોતાનો અવાજ ઉઠાવ્યો. તે નિર્દેશ કરે છે કે, હકીકતમાં, તે આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતાનો અંત આણી શકે છે. તેમના પુસ્તકમાં, તે આપણી માનસિક ખામીને દૂર કરવાની પદ્ધતિ અને અપાર્થિવ પ્રક્ષેપણ માટેની તકનીકોને આગામી આપત્તિમાંથી બચવા માટેના એકમાત્ર ઉપલબ્ધ સૂત્રો હોવાનું શીખવે છે.

વી.એમ. રાબોલું આટલું કહીને પોતાની રચના સમાપ્ત કરે છે:

‘પ્રિય વાચક: હું ખૂબ જ સ્પષ્ટ રીતે કહું છું જેથી તમે ગંભીરતાથી કામ શરૂ કરવાની જરૂરિયાતને સમજી શકો. જે કોઈ પણ કામ કરતાં હશે તેને આ સંકટમાંથી બચાવી લેવામાં આવશે. આ તમારા માટે સિદ્ધાંતો રચવા અથવા ચર્ચાઓ કરવા માટે નથી, પરંતુ તે સાચા શિક્ષણનો અનુભવ કરવા માટે છે જે આ પુસ્તકમાં હું આપી રહ્યો છું. આપણે અન્ય કંઇપણનો આશરો લઈ શકતા નથી.’

એલ્સિઓન એસોસિએશન

‘હર્કોલ્યુબસ અથવા લાલ ગ્રહ’ ક્રુતિના પ્રસાર અને વિતરણ માટે એજન્ટ-સહયોગી તરીકે નિયુક્ત કરેલ બિન-નફાકારક સંસ્થા.

લેખક: જોક્વિન એમોર્તેગી વેલબુએના (વી.એમ. રાબોલુ)
પ્રકાશક: એન્જલ પ્રોટ્સ

એલ્સિઓન એસોસિએશન એ ગૃહ મંત્રાલય અંતર્ગત જૂથ 1, વિભાગ 1, રાષ્ટ્રીય નંબર 588698 સાથે નેશનલ રજિસ્ટ્રી ઓફ એસોસિએશનો સાથે નોંધાયેલ છે, અને તેનું મુખ્ય મથક બર્ગોસ પાસેઓ દી લોસ પીસોન્સમાં P.O. Box 4, 09080, (સ્પેન) ના શહેરમાં છે.

લેખકનો પરિચય

V.M. Rabolu (1926 – 2000)
વી.એમ. રાબોલુ (1926 – 2000)

વી.એમ. રાબોલુ (1926 – 2000) નો જન્મ તોલીમા (કોલમ્બિયા) માં થયો હતો. 1952 માં તેમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું અને વિશિષ્ટ ગૂઢવિદ્યાની લાંબા વર્ષોની પ્રેક્ટિસ દરમિયાન તેમણે અસાધારણ વિદ્યાશાખાઓ વિકસાવી જેણે આખરે તેમને એક આધ્યાત્મિક માર્ગદર્શકમાં પરિવર્તિત કર્યા જે વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે.

આપણી પ્રતિક્ષા કરી રહેલા ભાવિથી વાકેફ, તેમણે માનવજાતિને આધ્યાત્મિક નવજીવન પ્રાપ્ત કરવાનું શીખવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આમ, 70 ના દાયકાથી અને હંમેશાં એક પરોપકારી અને નિ:સ્વાર્થ રીતે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો, અભ્યાસક્રમો અને કોંગ્રેસ દ્વારા જાહેરમાં સાચા જ્ઞાનનું શિક્ષણ આપવાનું એક અવિરત કાર્ય શરૂ કર્યું.

1998 માં તેમણે “હરકોલ્યુબસ અથવા લાલ ગ્રહ” પુસ્તક લખ્યું. તેમના પ્રત્યક્ષ અને સભાન અનુભવના આધારે વી.એમ. રાબોલુ ટૂંક સમયમાં આપણા ગ્રહ પર બનનારી ભયંકર ઘટનાઓનું વર્ણન કરે છે અને એક ગહન પરીવર્તન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અનુસરી શકે તે માર્ગને સમજાવે છે. હાલના દિવસોમાં, તેમના કાર્યમાં સમાવિષ્ટ નિવેદનોને મોટી સંખ્યામાં વાચકો દ્વારા માન્યતા આપવામાં આવી છે જેઓએ 80 થી વધુ દેશોમાં તેમના ઉપદેશોથી લાભ મેળવ્યો છે.

વી.એમ. રાબોલુ જાગૃત ચેતના ધરાવતા દુર્લભ લોકોમાંના એક હતા. આ સમાજમાં જ્યાં ભૌતિકવાદ અને મૂલ્યોનો અભાવ એ વધુને વધુ અદ્રશ્ય થઈ રહ્યા હોવાના સ્પષ્ટ સંકેતો બની ગયા છે ત્યારે આ સમયમાં તેમના ઉપદેશો આવશ્યક છે.

“હું કોઈ ભય ફેલાવવા વાળો નથી, હું એક માનવ છું જે આવનારી ઘટના વિશે અને જે બનવાનું છે તેનાથી ચેતવી રહ્યો છું.”

વી.એમ. રાબોલુ

મંત્ર

આ વિભાગમાં, તમે અપાર્થિવ પ્રક્ષેપણ માટેના મંત્રોનું ઉચ્ચારણ કરતાં વી. એમ. રાબોલુને સાંભળી શકો છો જેથી તમે સાચું ઉચ્ચારણ શીખી શકો.

ફા રા ઓન

લા રા સ

એલ્સિઓન એસોસિએશન સાથે સહયોગ

એલ્સિઓન એસોસિએશન કાયદેસર રીતે સંગઠિત થયેલ સંસ્થા છે. એક બિન-નફાકારક સંસ્થા તરીકે, તેની તમામ પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રકારના આર્થિક લાભ વિના પરોપકારી રીતે કરવામાં આવે છે.

એલ્સિઓન એસોસિએશન ‘હર્કોલ્યુબસ અથવા લાલ ગ્રહ’ પુસ્તકના પ્રકાશક, મિસ્ટર એન્જલ પ્રાટ્સના એજન્ટ-સહયોગી તરીકે કાર્ય કરે છે; તેથી તેનું એકમાત્ર લક્ષ્ય તે પુસ્તકનું આંતરરાષ્ટ્રીય પ્રસાર અને વિતરણ કરવાનું છે. આવા કારણોસર, એલ્સિઓન એસોસિએશનની મુખ્ય પ્રવૃત્તિ, તે કૃતિ અને તેના સાર્વત્રિક સંદેશને કોઈ પણ ભેદ રાખ્યા વિના કોઈ પણ વ્યક્તિને વિતરિત કરવાના પ્રયત્નો તરીકે વિશ્વભરની કોઈપણ જગ્યાએ પુસ્તકની નિઃશુલ્ક નકલો મોકલવાની છે.

અત્યાર સુધીમાં, વિતરણ અભિયાન દ્વારા હજારો વાચકોને પત્ર દ્વારા ‘હર્કોલ્યુબસ અથવા લાલ ગ્રહ’ પુસ્તકની નિઃશુલ્ક નકલ પ્રાપ્ત કરવવામાં આવી છે. હાલમાં અને દિવસે ને દિવસે વિનંતીઓની સંખ્યા સતત વધી રહી છે. આ મોટી સફળતાને કારણે, અમે પોતે આ વિતરણ અભિયાનને ચાલુ રાખવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

કૃપા કરીને નીચે આપેલ વિડિયો ડાઉનલોડ કરીને અને તેને મિત્રો અને પરિચિતોને ઇમેઇલ દ્વારા મોકલીને આ કાર્યના પ્રસારમાં અમને સહાય કરો.

જો તમે અમારા એસોસિએશનનો સંપર્ક કરવા માંગતા હોવ અથવા જો તમને વી.એમ. રાબોલુના પુસ્તક અને સંદેશના પ્રસાર અંગે પ્રકાશક સાથે સહયોગ કરવામાં રુચિ હોય, અથવા જો તમે અમારી સાથે વધુ મજબૂત સંદેશાવ્યવહાર અને સહકાર જાળવવા માંગતા હોવ, તો તમે નીચેનામાંથી કોઈપણ સરનામાં પર અમને લખી શકો છો:

[email protected] પર ઈમેઈલ મોકલીને

અથવા નીચેના સામાન્ય સરનામે:
Asociación Alcione
P.O. Box 4, 09080 Burgos (Spain)

તમારું નિ:શુલ્ક પુસ્તક મંગાવો

વિવિધ ભાષાઓમાં અનુવાદ કરેલ છે.
[email protected] પર લખીને તમારી નકલ મંગાવો.
અથવા નીચેના ફોર્મનો ઉપયોગ કરો:

ઓર્ડર ફોર્મ

તમારી વિનંતીને સંચાલિત કરવા માટે ફૂદડી (*) સાથે ચિહ્નિત કરેલ ડેટા આવશ્યક છે. આ માહિતીનું એકત્રિતકરણ ઉપયોગ ફક્ત અને ફક્ત પુસ્તકના ઓર્ડર પર પ્રક્રિયા કરવા માટે કરવામાં આવે છે.

પુસ્તકને પ્રાપ્ત કરવા માટે તમારે એક સાચું ઈમેઈલ એડ્રેસ દાખલ કરવું જરૂરી છે.

તમારા ઓર્ડરની પ્રક્રિયા કરવા માટે, આ બોક્સ વાંચો અને ચેક કરો.

સબમિટ બટન પર ક્લિક કરીને, તમે ગોપનીયતા નીતિમાં નિર્ધારિત કરેલ શરતો, અને હેતુઓ માટે ડેટાની પ્રક્રિયાને સંમતિ આપો છો.

Alcyone Association